Table of Contents
Highlight
Note
Add to list
Delete
Edit
Delete
Shri Abjibapani Chhatedi Books
શ્રી અબજીબાપાની છતેડી પ્રકાશિત પુસ્તકો
Menu
Home
All Books
અ.મુ. સદ્. મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજીની દિવ્ય અમૃતવાણી
અ.મુ. સદ્. મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજીની દિવ્ય અમૃતવાણી
Return to last chapter
Share
Table of Contents
પ્રસ્તાવના
વાર્તા ૧ થી ૨૫
વાર્તા ૧ (પ્રસ્તાવના)
મુનિસ્વામીની જન્મભૂમિ, દીક્ષાવિધિ, ગુરૂપરંપરા, સં. ૧૯૭૩માં મુનિનો કચ્છનિવાસ, 'અબજીબાપાશ્રીનું જીવનવૃતાંત' તથા 'અનાદિમુકત - ચરિત્રામૃત' ગ્રંથ રચ્યા વગેરે.
વાર્તા ૨ (પ્રસ્તાવના)
મુનિસ્વામીનું શાસ્ત્રજ્ઞપણું, બાપાની વાતોમાં મુનિની પ્રશંસા, શ્રીજીની મૂર્તિ મહારાજ અને બાપારૂપે દેખાઈ, સુખશય્યામાં ચમત્કાર, વૃષપુર-છત્રીનો વિકાસ.
વાર્તા ૩ (પ્રસ્તાવના)
વચનામૃત ઉપર તત્વજ્ઞાન. એકાંતિક, પરમએકાંતિક, અનાદિમુકતની વાત. શ્રીજી બદરીકાશ્રમમાંથી નહિ પણ અક્ષરધામમાંથી પધાર્યા છે.
વાર્તા ૪ (પ્રસ્તાવના)
મુક્તદ્ધારે મોક્ષેચ્છા. ભગવાનના અવતાર, કાં સાધુ વિચરતા હોય. અમદાવાદ વચ.૨, સ.જી. પ્ર.૨ તથા ૪માં મુક્ત દ્વારે મોક્ષેચ્છા, અનાદિમુકતની વાત.
વાર્તા ૫ (પ્રસ્તાવના)
મુક્ત મૂર્તિમાં રહે છે તેનાં પ્રમાણો.
વાર્તા ૬
એરંડાકાકડી એટલે પાંચ વર્તમાન પાળે. બાપા કહે વચનામૃતની ટીકા પ્રમાણે સમજે તેનો મોક્ષ, રાધિકાએ સહિત કૃષ્ણનું ધ્યાન વગેરે.
વાર્તા ૭
બાપાએ બ્રહ્મનો અર્થ કહ્યો. હળવદમાં તથા ભુજ સભામંડપમાં મુનિને દિવ્યદર્શન. ભુજમંદિરમાં હરિકૃષ્ણની મૂર્તિ મહારાજ તથા બાપારૂપે દેખાઈ.
વાર્તા ૮
સં. ૧૯૪૮માં બાપાને ૨૭ દિવસનો મંદવાડ.
વાર્તા ૯
બાપાની વાતો. મુક્ત ભગવાન જેવા એટલે શું? ભગવાનના ભક્તને જીવતાને મરીને શી પ્રાપ્તિ? સ્વામીસેવકપણું રહે. હીરે હીરો વીંધવો.
વાર્તા ૧૦
મૂળપુરૂષ ને તેના મુક્ત સાકાર છે, દ્વોહરહિત હોય તે સુખી, મૂળીના બાલકૃષ્ણદાસ કોઈનો અવગુણ લેતા નથી. બ્રહ્મમુનિની આયુષ્ય વધારી.
વાર્તા ૧૧
શ્રીજી ધર્મપુર પધાર્યા, ત્યાં ૧૫ દિવસ રોકાયા. મહારાજે જતી વખતે દાદાની ગાડી પાછી મોકલી, ખાલી ગાડી જોઈ સચ્ચિદાનંદ મૂર્છિત થઈ ગયા.
વાર્તા ૧૨
શ્રીજી જેતલપુર પધાર્યા. ૬ માસ શ્રીજીદર્શન ન થવાથી જીવુબા-લાડુબા ઉદાસ, મૂળજી તથા જયાનંદ સાથે શ્રીજીએ ગઢપુર સમાચાર કહ્યા, વ્યાપકાનંદે કથા સંભળાવી
વાર્તા ૧૩
માનકૂવાની પથ્થરની વાત. ભાવનગર જતાં સંતને વૈરાગી મળ્યા. સાવરકુંડલામાં સંતને માર્યા. દુર્યોધનને બધા કપટી ને યુધિષ્ઠિરને બધા સારા દેખાયા.
વાર્તા ૧૪
દક્ષનો યજ્ઞ છિન્નભિન્ન. માન મૂકવું.
વાર્તા ૧૫
સાધુના ૩૨ લક્ષણ, સભામાં મોટાનું સન્માન કરવું.
વાર્તા ૧૬
નિશ્ચય વગેરે સાધુના ગુણ છે. ધીરજ, ધર્મ ને જ્ઞાન રાખવું. દિવ્યદષ્ટિ, જ્ઞાનદષ્ટિ, અવગુણ દષ્ટિ, દ્વોહદષ્ટિ તેમાં જ્ઞાનદષ્ટી રાખવી;
વાર્તા ૧૭
આત્મારૂપે વર્તવું. ભય, જમતી વેળાએ ને સ્ત્રી એ ત્રણમાં દેહભાવ ન લાવવો. શુકજી, વ્યાસ, નારદ ને જનકની વાત.
વાર્તા ૧૮
શુકજી તે શુકમુનિ. સ્વામિનારાયણ પાસે જવું તે છેલ્લો મોક્ષ. જીવનમુકત, વિદેહી અને અનાદિ એ ત્રણ મુકતના પ્રકાર.
વાર્તા ૧૯
એકાંતિક, પરમએકાંતિક, અનાદિ એ ત્રણ ભેદ. શંકરાચાર્ય વગેરે આચાર્યના સિદ્ધાંતથી શ્રીજી પર છે.
વાર્તા ૨૦
કારિયાણિમાં મહાનુભાવાનંદ ચરણ દાબે છે. અધમણ સોનાની વાત. કીડી - કુંજરનો મેળાપ. સાંખ્યનો ઉપદેશ, ભગવાન સામે જોવું તે અંતદૃષ્ટિ.
વાર્તા ૨૧
દાદાખાચરનું હાથગરણું, પૂજાના દંડવત્ કરતાં એક પ્રણામ વધારે કરવો, ભગવાન ભજવાની ભલામણ, ચિત્રકેતુનું દૃષ્ટાંત.
વાર્તા ૨૨
તુલજારામ તથા ગોરધનની પરીક્ષા. ૨૦ જણાને સાધુ થવાનું કહ્યું.
વાર્તા ૨૩
ધર્મનિયમમાં રહેશો તો હું ભેળો રહીશ. આજ્ઞામાં રહે તેને કળિયુગ ન નડે. વાસુદેવાનંદ બ્રહ્યચારીની શ્રીજીની જગ્યાએ વરણી. જેતલપુરના યજ્ઞની વાત.
વાર્તા ૨૪
ખોખરા-મહેમદાવાદમાં લોલંગરની સાથે લડાઈ.
વાર્તા ૨૫
શ્રીજીનો વૈરાગી પર પત્ર. શ્રીજીએ ભુજ-માંડવી આદિમાં ફરી ડભાણમાં મોટો યજ્ઞ કર્યો. ત્યાં વિપ્રો સાથે ઉગ્ર માથાકૂટ.
વાર્તા ૨૬ થી ૫૦
વાર્તા ૨૬
ભગવાન દિવ્ય છે. છતાં ભાગે, હારે, સંતાય, મનુષ્યભાવ બતાવે, છતાં તેમનો આશ્રય તે મોક્ષનું સાધન. આનંદમાં ભજન કરવું.
વાર્તા ૨૭
અનુભવજ્ઞાન એટલે શું? બાપા કહે અક્ષરકોટિ અમારી પ્રાર્થના કરે છે. જ્યાં ઇન્દ્રયો ધસાઈને બૂઠી થાય તે નૈમિષારણ્ય ક્ષેત્ર.
વાર્તા ૨૮
આત્મા, અનાત્મા, પરમાત્માની વિકિત, કૃષ્ણકેશવદાસની દિવ્યગતિ. અંતવૃતિએ જુએ તો અક્ષરધામ છેટે નથી. અનાદિની સ્થિતિ.
વાર્તા ૨૯
મહારાજ મળ્યા તેતો રાંકને રાજાનો મેળાપ થયો. તેનો અહંભાવ ન આવવો જોઈએ.
વાર્તા ૩૦
વચનામૃત વંચાય ત્યારે જાણવું કે અમૃતની ગંગા વહે છે. મહારાજ તેજરૂપે અક્ષરબ્રહ્મથી પર છે.
વાર્તા ૩૧
ભગવાન જ્યારે પૃથ્વીપર આવે છે ત્યારે ધામ, પાર્ષદ ભેળા હોય છે. અક્ષરધામ મૂર્તિનો પ્રકાશ છે. ને મૂળઅક્ષર તે શ્રીજીનું ધામ નહિ પરંતુ શ્રીજીના પ્રકાશનું ધામ છે.
વાર્તા ૩૨
પરમએકાંતિક ને અનાદિ જુદા ન સમજાય તો એટલું જ્ઞાન ઓછું. એકાંતિકનો ધર્મ એકાંતિક થકી પમાય છે.
વાર્તા ૩૩
મહારાજ રોટલો જમતા હતા તે કાગડાને દીધો. ભાતમાં કપાસિયો. પટેલે રાજાની જેવી સેવા કરી તેવી તમે કરો છો, એમ શ્રીજીએ કહ્યું.
વાર્તા ૩૪
પંચાળાના ઝીણાભાઈ જૂનાગઢમાં માંદા હતા. મહારાજ પોતે દર્શન દેવા ગયા, દેહ મૂકાવી કાંધિયા બન્યા. ભાઈની નનામી નહોતી ઉપાડી.
વાર્તા ૩૫
ભક્તની સેવા કરવી. બાપા કહે સમય વીતી જાય પછી દાન ન મળે, તેમ ધ્યાનભજન રહી જાય તો મોક્ષ ન મળે.
વાર્તા ૩૬
સુદામાએ મૂઠી તાંદુલ કૃષ્ણને આપ્યા તો કંચનના મહેલ થયા. જંઈનો વેપાર ને લાખોનો લાભ. બુધેજના ખોડાભાઈની વાત. કૂવામાં પાણી ઊચું આવ્યું.
વાર્તા ૩૭
સં. ૧૯૬૭ માં ભૂજમાં ધનશ્યામ મહારાજ તથા રાધાકૃષ્ણ પધરાવ્યા. મુનિને હળવદમાં શ્રીજીદર્શન ભુજશય્યામાં બાપાનાં દર્શન. ભુજમાં બધી મૂર્તિ તેજોમય દેખાઈ. એકવાર હરિકૃષ્ણની મૂર્તિ શ્રીજી તથા બાપા રૂપે દેખાઈ.
વાર્તા ૩૮
સં. ૧૯૪૮ માં બાપાને ૨૭ દીનો મંદવાડ. બાપા, પૂજારી તથા અક્ષરજીવનસ્વામીને શ્રીજીનાં દર્શન. નિર્ગુણદાસસ્વામીને ધામમાં જવાનું ને બાપાને રહેવાનું થયું.
વાર્તા ૩૯
ધામ તે શ્રીજીની મૂર્તિનો પ્રકાશ છે. ભગવાન એક જ છે. સ્વામી, સુખદાતા ને નિયંતાપણું તે ભગવાન પોતે રાખે. ધામમાં દેહદેહીભાવ નથી.
વાર્તા ૪૦
શ્રીજી કહે આજ્ઞામાં વર્તે તેમાં હું સભાએ સહિત રહીશ. મૂળીના સાધુ બાલકૃષ્ણદાસની વાત. શ્રીજી તેડવા આવે ત્યારે આવીશ એમ ડોશીએ કહ્યુ.
વાર્તા ૪૧
હીરે હીરો વીંધાય. ઈંદ્ધિયો-અંત:કરણ પુરૂષોતમના આકારે થઈ જાય. મહારાજ દર્શન દે ત્યારે આત્મા સાકાર થાય. તે પરમ એકાંતિક થયો. પછી અનાદિ.
વાર્તા ૪૨
પૂર્વે શ્રીજીની સેવા કરી હોય તેને જ આ જોગ ઓળખાય. ભકતમાં હેતથી બહુ કામ થાય. મોટા સાથે મન બાંધવું.
વાર્તા ૪૩
દેહ છતાં, દેહાન્તે ને અનેક જન્મે મોક્ષ. '' સ્વામિનારાયણ '' એ નામમંત્ર છે. "શ્રીકૃષ્ણ ત્વં ગતિર્મમ" એ શરણમંત્ર ને "બ્રહ્યાડહં કૃષ્ણ દાસોડસ્મિ" એ મહામંત્ર છે. મહામંત્રનો અર્થ ને મંત્રજપનું ફળ.
વાર્તા ૪૪
ભગવાનનો મહિમા સમજાય તેને હાથીના હોદે બેસવું કે પગપાળા તે સમાન. ભેગા બેસી કથાવાર્તા થાય તે શ્રીજીની કૃપા. બાપા કહે અમે મહારાજના વતી આવ્યા છીએ. પર્વતભાઈની વાત.
વાર્તા ૪૫
ગોરધન સૂતરફેણી જમ્યા. બાપા કહે સંતમાં રહીને વાતો કરીશું. રામપુરગંગાનું દષ્ટાંત. સચ્ચિદાનંદને પાણી પાયું, ને શ્રીજીની તૃષા છીપી. કૃષ્ણને બ્રહ્યચારી ને દુર્વાસાને ઉપવાસી કીધા, ત્યાં જ નદીએ માગ દીધો.
વાર્તા ૪૬
સીતાની શોધમાં, શ્રીજીનું ઉદાસીપણું. ધામમાં જતી વખતે દાદાને શ્રીજીની ભલામણ. ચૌદલોકનાં સુખ નરકતુલ્ય. પૂરો ભક્ત ન હોય તો બ્રહ્મા થાય; નરકે ન જાય. દાસ થાય તો શ્રીજી રાજી.
વાર્તા ૪૭
શ્રીજીની મૂર્તિ રાખવી. ભગવાન રાજાધિરાજ, રાજા, સદ્ ગુરૂ ને સાધુરુપે વર્તે છે. શ્રીજી સર્વના કારણ છે. માન તજવું.
વાર્તા ૪૮
જનકરાજા - દાદાખાચર મારૂં માનતા ન હતા. જ્ઞાની થવું, ભક્ત પાસે માન મૂકવું, શુષ્કવેદાંતિનો સંગ તજવો, ઉપાસના દ્રઢ કરવી.
વાર્તા ૪૯
પ્ર. વ. ૫૬નો સાર. સર્વજ્ઞ, સિદ્ધ ને દેવતા કોને કહેવાય? ઉપાસના બળવાન છે. પ્ર.વ. ૭૧નો ભાવાર્થ. અનાદિમુકત મને બનાવ્યો. વ્યાપકાનંદસ્વામી ને પર્વતભાઈના જેવી સ્થિતિ.
વાર્તા ૫૦
આજ્ઞા આત્મસતાનું કામ કરે. માનસીપૂજા, બાલકૃષ્ણસ્વામીને શય્યામાં દર્શન, લોયા વ. ૧૩ની વાત તથા તત્વજ્ઞાન.
વાર્તા ૫૧ થી ૭૫
વાર્તા ૫૧
તત્વજ્ઞાન, સં. ૧૯૭૮ના યજ્ઞના પ્રારંભ માટે સભા. પાંચ વર્તમાન, અપરાધ ન કરવો, બહુ તપથી કામ ન થાય, હેત તે મોક્ષનું સાધન.
વાર્તા ૫૨
ભગવાન ને સંત કહે તેમ કરવું. ધ્યાન કર્યા કરવું. શંકરાચાર્યને અદ્ધૈત મત, રામાનુજને જીવ, માયા, ઈશ્વવર, વલ્લભાચાર્યને ભકિત. મનનો વિશ્ર્વાસ ન કરવો.
વાર્તા ૫૩
કર્તા શ્રીજીને રાખવા, સદ્ ગુરૂએ બે આંગળી ને એક આંગળી બતાવી. મૂર્તિમાં રહે તેને મહારાજ કહેવાય.
વાર્તા ૫૪
સં. ૧૯૭૧ના યજ્ઞ વખતે ભુજમાં ધનશ્યામની મૂર્તિ પધરાવવાની વાત, વૃષપુરમાં ભૂતનો મોક્ષ. છત્રી કરી ચરણ પધરાવ્યાં. હમ ગુરૂ તુમ ચેલા. શિવલીંગ પર પીપળપાન.
વાર્તા ૫૫
જેતલપુરમાં સંતમહિમા, તેજોમય તન, કહેનાર કોણ છે તે જોવું. બ્રહ્યમુનિનો પ્રશ્ન.
વાર્તા ૫૬
માનકૂવામાં શ્રીજીએ રૂમાલને તલવાર કહી. મૂર્તિમાં રાખ્યો એમ કહેનારા કોણ છે? તે જોવું. બાલકૃષ્ણદાસની પ્રશંસા.
વાર્તા ૫૭
ટાઢાનાં ચિહ્ન ૪૦ દેખાયાં. સાત સમુદ્રની શાહી કરો, વગેરે બોલીને બાપાએ કહ્યું: આ મૂર્તિનો મહિમા લખાય એવો છે? "एते राधादयो भक्ता:" એનો અર્થ.
વાર્તા ૫૮
ભર્યા છો કે ખાલી? મૂર્તિમાં રહીને સુખ લેવું. પર્વતભાઈનની સ્થિતિ, શિક્ષાપત્રી, નારાયણગીતા, આઠ શાસ્ત્ર વગેરેની વાત, તેમાં વિશેષ વચન ગ્રહણ કરવાં.
વાર્તા ૫૯
લો. ૧૧માં પૂર્વાવતારનું ધ્યાન ન કરવું. વડતાલ વ. ૧૮ની વાત. વ્યાસે ૧૭ પુરાણ રચ્યાં તોય શાંતિ ન થઈ. રામ - કૃષ્ણ, નરનારાયણના ધરતલ શ્રીજીને જાણે તો શાંતિ.
વાર્તા ૬૦
વચનામૃતનું સર્વોપરીપણું. રૂપને ભેદે ઉપાસનાના ભેદ કરવા. લીલાના ભેદે ન કરવા. આચરણ પ્રમાણે આચરણ ન કરવું.
વાર્તા ૬૧
ઉપદેશ, માયાનું સુખ ગુંદાના ઠળિયા જેવું. મીઠું સાકર સરખાં થઈ જાય તેને પણ આજ્ઞા પાળવી. તૂંબડીનું ધ્યાન. સમાધિમાંથી વાસના બહાર લાવે, અંતસમે ૧૦૦ સદ્ગુરુ જ્ઞાન.
વાર્તા ૬૨
રાંક, રાજા તથા સોનું ને પથ્થરનો ઢગલો જ્ઞાનીને સરખો ભાસે. જેમ ધનાઢ્ય રસ્તાઓ, વાવ વગેરે ગરીબ સારૂ બંધાવે તેમ ભગવાન બ્રહ્માદિક સારૂ બનાવે છે.
વાર્તા ૬૩
તેરામાં મુ.સ્વામીને શ્રીજીએ પૂછ્યું, અમને કેવા જાણો છો? કાળાતળાવ જતાં રસ્તામાં સંતે ઓળખ આપી. આજ્ઞા - ઉપાસના રાખવી, વચ. પ્ર. ૪૫ તેમાં ખાંપાની વાત.
વાર્તા ૬૪
ચૈતન્યની મૂર્તિ થઈ શ્રીજીની હજુરમાં રહે છે. દ્વોહ થઈ જાય તેના નિવારણાર્થે એક પ્રણામ અધિક કરવો. ભક્તને કાળ, કર્મ, માયા નથી. શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું.
વાર્તા ૬૫
ઠક્કર કેશવજીભાઈની વાત, બાપા ધામમાં ગયા ત્યારે અમરસી ખત્રીને દર્શન, છત્રીની વાત. છત્રીએ હનુમાનજી, ગોપાળાનંદસ્વામી, ગુણાતીતાનંદસ્વામી બંનેની વાત.
વાર્તા ૬૬
મુનિ ભેગા રહેશું એ આશીર્વાદ આપ્યો. બાપાએ કરાંચીમાં વતું કરાવ્યું.વિજ્ઞાનદાસજી મુનિસ્વામીને ભુજ ૨હેવા લાવ્યા. સં. ૧૯૭૪માં બાપાએ ગ્રહણ કરેલ મોટો મંદવાડ, છત્રીએ કથા.
વાર્તા ૬૭
જેતલપુરના ૪માં શ્રીજી કહે તમને કોઈ ભાવથી પગે લાગે તેનો મોક્ષ. તમારામાં કોટિ સૂર્ય જેટલો પ્રકાશ છે. મહારાજને લઈને મુક્ત મોક્ષ કરે.
વાર્તા ૬૮
મહારાજ કબુતરને દાણા નાખે. સૂરજબા કહે લાવો હું નાખું. શ્રીજીએ કોરીઓ આપી. મુક્તરૂપે કચ્છમાં આવશું. મહારાજે બાપાને પાનબીડું આપ્યું. નિર્ગુણદાસજીએ બાપાની ઓળખ આપી.
વાર્તા ૬૯
મોક્ષ થાય તેમાં બધાં કામ પૂરાં થઈ જાય. વાઘરણનો સ્વભાવ મેલવો. શ્રીજી ને કર્તા જાણવા.
વાર્તા ૭૦
વસો ગામના વાઘજી ભક્તનો મંદવાડ.
વાર્તા ૭૧
ઉપશમ થાય તો માયિક ચિંતવન ટળે. ભગવાનમાં વૃત્તિ ન રહે તે પૂરો ભક્ત નહિ. શ્રીજીની મૂર્તિ સંભારવી એ જ અંતર્દષ્ટિ. શુદ્ધ ચૈતન્યબ્રહ્મને પોતાનું સ્વરૂપ માને તો માયા ટળે.
વાર્તા ૭૨
પરિપૂર્ણ નિશ્ચયવાળાને ભૂંડા ઘાટ ન થાય. માયિક સુખ ઇચ્છે તો વિષ્ટાનો કીડો. ઇંદ્રબ્રહ્માનો દેહ તે ભૂંડો. બ્રહ્માને રાંકના જેવું સુખ છે.
વાર્તા ૭૩
રાજય તથા સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજા રાજય તથા સ્ત્રીનો ત્યાગ શું કામ કરે ?
વાર્તા ૭૪
પ્ર.વ.પ૬ તેમાં કૂવાના દ્રષ્ટાંતે માનની વાત. યોગીના દર્શને રાજા ન ગયા ત્યારે યોગી દેહ મૂકી ગયા. કરાંચીમાં માનની વાત. નારાયણપુરમાં બાપાની કૃપા વાર્તા. શ્રીજી-વર્ણન વાંઢિયા ગયા.
વાર્તા ૭૫
વિદ્વાન હોય તે શ્રીજીને ભગવાન માનતા નથી. ધૂણીપાણીના હિસાબે મોટા ઓળખાય. મનુષ્ય રૂપ હોય ત્યારે મહિમા સમજવો કઠણ.
વાર્તા ૭૬ થી ૧૦૦
વાર્તા ૭૬
સં. ૧૯૧૭માં બાપા અમદાવાદ-વડતાલાદિ તીર્થમાં પધાર્યા. ૧૯૪૨ બાપા ૬૦૦ મનુષ્યનો સંઘ લઈ પગે ચાલી મૂળી, ગઢડા, જેતલપુર, અમદાવાદ આદિ તીર્થમાં ફર્યા.
વાર્તા ૭૭
યાત્રામાં બાપા વડતાલ. ઠાસરાના સુબા ગોપાળભાઈને શ્રીજીના દર્શન સં. ૧૯૫૬, ૧૯૬૨ ,૧૯૭૨, ૧૯૭૬, ૧૯૭૯, ૧૯૮૨ માં બાપા ગુજરાતમાં આવ્યા. પીપળપાન સોનાના.
વાર્તા ૭૮
વચનામૃત, વચનવિધિ તેમાં કેવી વાતો છે. બાપાએ ૬ યજ્ઞ કર્યા તેમાં સં. ૧૯૭૮ના યજ્ઞની વાત. છત્રીએ સંતભક્તને રાસ. ૧૯૭૪માં બાપા માંદા થયા. પછી ૧૦ વર્ષ રહ્યા.
વાર્તા ૭૯
મોટા પુરુષ રાજી થાય તો ભગવાનમાં પ્રીતિ થાય. આત્મનિષ્ઠા ને વૈરાગ્ય જોઈએ. સ્વરૂપનિષ્ઠા હોય તો ધર્મનિષ્ઠા રહે. ધૃવાનંદસ્વામીની વાત. વિજ્ઞાનદાસની ભાદરાની વાત.
વાર્તા ૮૦
નિત્યાનંદ ગોપાળાનંદસ્વામીની જેમ સમજે છે કે નહિ? મ.વ.૩૧ની વાત. બીજા સંતોએ અવતાર એ જ મહારાજ સમજાવ્યા. મૂર્તિમાં વૃત્તિ કેમ રહે?
વાર્તા ૮૧
શ્રીજીને પ્રસન્ન કરવાના સાધનામાં આશ્રય. આશ્રયમાં ત્રણ ભેદ-સમજણ, મૂઢપણું, પ્રીતિ, નિશ્ચય હોય તો મૂર્તિનું ચિંતન થાય.
વાર્તા ૮૨
ભગવાનની પ્રસાદી કર્યા વિના સારી વસ્તુ ન વાપરે. ઐશ્ચર્ય ન ઈચ્છે, વ્યાપકાનંદે ધોડી જીવાડી.
વાર્તા ૮૩
મેઘજી સુખડિયાની વાત.
વાર્તા ૮૪
સં. ૧૯૮૪નો યજ્ઞ, છત્રીએ સમૂહપારાયણ, સદગુરૂની વિદાય. બાપા ભુજકથામાં પધાર્યા. માધાપર મૂર્તિપ્રતિષ્ઠા. ફરીથી બાપા માધાપર કથામાં.
વાર્તા ૮૫
સં. ૧૯૮૪ અ. સુ. ૩ની અશક્તિ, તે દી રાત્રે ભુજથી સંતો દર્શન કરી ગયા. મુનિ ચોથની સવારે આવ્યા. ચોથની રાત્રે અંતર્ધાન. પાંચમની અંતિમવિધિ. બાપા નિમિતે છત્રીએ યજ્ઞ ને બાપાની છત્રી.
વાર્તા ૮૬
શ્રીજીને સર્વોપરી સમજવા. અનાદિમુકતની વાત. બાપા બળોલ પધાર્યા ત્યાં ધરોધર ફર્યા.
વાર્તા ૮૭
પ્રત્યક્ષનો મહિમા. આઠ શાસ્ત્ર માન્ય. શ્રાવણમાસે શિવપૂજન. નથુભટ્ટ ને દામોદર ગઢડે પૂછવા ગયા. શ્રીજી કહે તે અર્ધા સત્સંગી માટે છે.
વાર્તા ૮૮
સા. વ. ૧૭માં શ્રીજીનો નિશ્ચય થઈ ટળી કેમ જાય છે? મ. વ. ૩૧ માં મૂળપુરૂષ ને જીવમાં ભેદ, એટલો મૂળપુરૂષ ને શ્રીજીમાં ભેદ છે. કયા ઈશ્વર? તો મહારાજ. ટીકાની પ્રશંસા.
વાર્તા ૮૯
ગોપાળાનંદસ્વામીનો સમાગમ. શ્રીજી રાજી કેમ થાય? દ્વોહ તે શું? એકાંતિક ધર્મ શું? માયામાં ચિત શાથી ચોટે છે? માયામાં ન તણાય તેની વૃત્તિ શ્રીજીમાં રહે.
વાર્તા ૯૦
ભગવાન મળ્યા છતાં દુખિયો કેમ? માયામાં વૃત્તિ કેમ ચોટે છે? અખંડાનંદ સ્વામીની વાધની વાત.
વાર્તા ૯૧
ધર્મ જતાં પૈસા મળે તો ન લે. વસોના વાધજી ભક્ત સ્ત્રીમાં ન લેવાયા. ભૂલેલા તે સંતના સંગે કરી સુધરે. પાટડીના નાગજીભાઈની વાત.
વાર્તા ૯૨
બાલ કૃષ્ણદાસજી તથા સંતદાસ બંને સમર્થ સંત હતા. નિર્ગૂણદાસની વાત. લક્ષ્મીરામ કે બ્ર. મૂળજી જમે તે સૌથી વધે. લાખ-કરોડ જન્મના સત્સંગ કરતાં બાપાનો મિનિટનો જોગ વધે.
વાર્તા ૯૩
તરબુચના બદલે ઠાકરડાનો મોક્ષ. માતા જશોદાની સાથે પૂતનાનો મોક્ષ. હજારો વર્ષ તપ કરે કામ ન થાય તે મોટા મિનિટમાં કરી દે. અખંડ વૃત્તિ.
વાર્તા ૯૪
મહિમા સમજાય તો માયામાંથી હેત તૂટે. કુંભારિયાના હરજીભાઈની વાત. ધામમાં જતાં ભત્રીજીને સાથે તેડી ગયા.
વાર્તા ૯૫
પાટડીના નાગજીભાઈની સ્થિતિ. આજ્ઞા પાળે સુખ. લોપે દુ:ખ. સ્નેહનું લક્ષણ શું? શ્રીજીમાં વૃત્તિ.
વાર્તા ૯૬
બ્રહ્યમુનિએ ધામમાં જતાં પહેલાં મૂળજીને ભલામણ કરી કે, સ્ત્રીપુત્રમાં હેત છે, તેથી સોમા ભાગનું હેત આ મંદિરમાં રાખજો. પ્રલંબાસુરની વાત. બાપા મળ્યા તો શ્રીજી મળ્યા.
વાર્તા ૯૭
ક્ષમા, દયા, સત્ય તથા આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા રાખવી. ઈંદ્રિયોની ધારા ધસાઈને બૂઠ્ઠી થાય તે નૈમિષારણ્ય ક્ષેત્ર. મનોમન ચક્ર શું? દેહ મેલે ત્યારે પોતા જેવો કરે છે.
વાર્તા ૯૮
ગુણ-અવગુણ આવ્યાની વાત. બાલકૃષ્ણસ્વામી ને ગોરધનભાઈની વાત.
વાર્તા ૯૯
એકાંતિક, પરમએકાંતિક ને અનાદિમુકતની વાત. ૧૧ નિયમ, ૫૦૦ સંતની રસોઈ સચ્ચિદાનંદ જમ્યા. માનકૂવામાં શ્રીજીએ રુમાલને તલવાર કહી. મુક્ત મૂર્તિમાં રહે છે.
વાર્તા ૧૦૦
ભગવાનમાં દિવ્યભાવ, સુદામાની વાત, વિરમગામના કેશવજીની વાત, ભુજના એક સંત, વિજ્ઞાનદાસ, મોરલીમનોહરદાસ તથા માધવજીવનદાસને બાપા તેડી ગયા.
વાર્તા ૧૦૧ થી ૧૨૫
વાર્તા ૧૦૧
નવા આદરવાળાને સર્વોપરીની વાત ન સમજાય. અમદાવાદમાં નરનારાયણદેવ પધરાવ્યા.
વાર્તા ૧૦૨
સુખ-દુ:ખમાં શ્રીજી ન ભૂલવા. વડતાલમાં એક ભક્ત બહુ સેવા કરતો પણ સંપતિ થવાથી શ્રીજીને ભૂલી ગયો. દાદાખાચરને અહંતા-મમતા નહોતી.
વાર્તા ૧૦૩
વસો ગામના વાધજી ભક્તની વાત.
વાર્તા ૧૦૪
આજ્ઞા પાળવી, રાધિકાજીને માન આવ્યું. શ્રીદામા તથા રાધિકાજીના સામસામા શાપ થયા.
વાર્તા ૧૦૫
મ. વ. ૨૫ ત્યાગી હોય તે વિદ્ધાન કે મહંત થાય, ગૃહસ્થ રાજા થાય તોય નિર્માની રહેવું. પ્ર. વ. ૨૧ ધર્મ આજ્ઞા ને વૈરાગ્ય રાખવો. નિષ્કુળાનંદની વડોદરાની વાત. ધામમાં જીવ સાકાર થાય છે.
વાર્તા ૧૦૬
એકાંતિકપણામાં ભક્તિ મુખ્ય. એવી ભક્તિ વીજળી કે વડવાનળ જેવા મોટાથી આવે. બાપાશ્રી એવા મોટા ને કૃપાસાધ્ય હતા.
વાર્તા ૧૦૭
સદ્ધર્મથી ન થાય તે કૃપાએ થાય. શ્રીજીધ્યાન વિના આત્મા ન દેખાય. આત્માને ધામરુપ માની તેજમાં મૂર્તિ ધારે તો દેખાય. જીવ કાળો, ગોરો, લાંબો કે ટૂંકો તેની વિક્તી.
વાર્તા ૧૦૮
ઋષભદેવ ઉપદેશ, અનાદિ ને પરમએકાંતિક બેય સિદ્ધદશામાં છે ને એકાંતિક ને ચાલોચાલ સાધનદશામાં છે.
વાર્તા ૧૦૯
વિષયના ચિતવન વિના જીવ રહી શકે નહિ. પાંચ વાત સંભારવી. પાંચ વર્તમાન પાળવાં.
વાર્તા ૧૧૦
શ્રીજી ધામથી આવ્યા છે એમ સમજે તો મોક્ષ થાય ઉંદરનો મોક્ષ, નિયમ, નિશ્ચય ને પક્ષ રાખવો. મૂર્તિ ન દેખાય તોય ઢીલા ન થાવું.
વાર્તા ૧૧૧
નિશ્ચય ડગે નહિ તે વાત. સનાતન ને આધુનિક ઈશ્વર, રામાનંદ સ્વામી કોણ હતા? ગરુડ ઊડ્યો નહિ. શ્રીજી કર્તા-અકર્તા છે. સ્વામી, સુખદાતા ને નિયંતા શ્રીજી એક જ.
વાર્તા ૧૧૨
રામાનંદસ્વામી વસ્ત્ર-ધરેલા શ્રીજી માટે રખાવતા પોતે દાળરોટી ખાધી. શ્રીજી વનમાં ફરતા તે લીલા જીવુબા તથા દાદાને દેખાતી. અવતાર અનેક-શ્રીજી એક. સકામ-નિષ્કામનું લક્ષણ.
વાર્તા ૧૧૩
જેતલપુરના ત્રણ તેમના ગોળા દેખાયા, આદિ બ્રહ્યા, મહાકાળ તે દેવે પ્રાર્થના કરી. ઉપાસના સમજવી એ ધાંટી બાપાએ સમજાવી. મ. વ. ૩૧ ની વાત.
વાર્તા ૧૧૪
ચૌદ લોક તે દસ ઈંન્દ્રીયો ને ચાર અંત:કરણ. શ્રીજીનું માહાત્મ્ય ને આત્મનિષ્ઠા હોય તો વાસના જીતાય. દેહ ઉકરડો ને આત્મા સોનું.
વાર્તા ૧૧૫
મૂળપુરુષ ને મહા માયાથકી અનંતકોટિ પ્રધાનપુરુષો થયા. તે એકેક બ્રહ્માંડ રચે. શ્રીજી પાસે મૂળપુરુષનું સુખ છાંટા જેટલું. પંચાળાનું ૧ લું - અવતારને પણ બ્રહ્માદિકને પેઠે જ વર્તે છે.
વાર્તા ૧૧૬
દાન લેવાનો વખત, ધ્યાન ભજન કરો તો મોક્ષ મળે. નિયમ વધારવા. વાસના ધટાડવી. વાસના શ્રીજી ટાળે. શ્રીજી લોક-પરલોકમાં રક્ષા કરે.
વાર્તા ૧૧૭
આબુના યોગીને આકાશવાણી થવાથી ધમડકે આવ્યા. ત્યાં રાયધણજી, બ્રહ્યમુનિને યોગીને શ્રીજી નદીએ મળ્યા. શ્રીજી વનમાં નદી તરી પહાડની બખોલમાં થઈ બહાર નીકળ્યા. એમ ૭ વર્ષ ફર્યા.
વાર્તા ૧૧૮
પુલહાશ્રમે એક પગે તપ. નરનારાયણ આદિ આવ્યા. સુરતમાં શ્રીજીએ તે તપની મૂર્તિ કરાવી. નવલખે નવ લાખરૂપે ધરી દર્શન દીધાં. રામપુર નદીમાં સંત સાથે બાપાનું સ્નાન.
વાર્તા ૧૧૯
અમદાવાદ વચ. ૨પ્રમાણે બે ભકતમાં શ્રેષ્ઠ કોણ? આત્માને છતી દેહે અનાદિમુકતરૂપ માને તે. માનકૂવામાં શ્રીજીએ રુમાલને તલવાર કહી.
વાર્તા ૧૨૦
બળદિયામાં ધણા સંત આવ્યા. ભેળા હળવદના રામજી સોની તેને બાપાએ પૂરૂં, પૂરૂં, પૂરૂં, એમ કહ્યું. વર્ષ પછી મુનિને પૂરૂં એમ ચાર વખત કહ્યું. કલ્યાણસિંહને બાપાએ મૂર્તિ બતાવી
વાર્તા ૧૨૧
વડતાલ વ. ૨માં નિર્વિકલ્પ સમાધિની વાત. નિશ્ચય એ જ નિર્વિકલ્પ સમાધિ. ભલા ભલાઈ ને ભૂંડા ભૂંડાઈ ન મેલે. સભામંડપનું ભર્યું.
વાર્તા ૧૨૨
મેં (મુનિએ) કોઈકવાર બાપા તથા વર્ણિને નવરાવ્યા. બાપાએ મુનિને ચાંદલો કરી કહ્યું: આ મૂર્તિ આપી. મૂર્તિમાં સ્નેહ હોય તેને અખંડ વૃત્તિ રહે.
વાર્તા ૧૨૩
શ્રીજીમાં પ્રીતિ થાય તેનું સાધન શું? સમાગમ શ્રીજીમાં વૃત્તિ રહે તે ભક્ત સચ્ચિદાનંદસ્વામી નો પ્રેમ પૂર જેવો. કૃપાનંદ સ્વામી નો નદી જેવો. ગોપાળાનંદસ્વામી નો પ્રેમ સમુદ્ર જેવો.
વાર્તા ૧૨૪
પ્રીતિવાળો શ્રીજીની મરજી ન લોપે, ગોપીનું દષ્ટાંત. અંતર્વૃતિવાળાને શ્રીજી ભેળા છે. ચ્યવનઋષિનું આખ્યાન.
વાર્તા ૧૨૫
ઝીંઝાવદરના અલૈયાખાચર, માન મેલવું, મુનિબાવાની વાત. પોતાના રૂપને જુએ નહિ તે અજ્ઞાની, ધેલો, મૂર્ખ. સત્સંગ હોય તેને પોતાનું સ્વરૂપ જોવું તે હાથમાં છે.
વાર્તા ૧૨૬ થી ૧૫૦
વાર્તા ૧૨૬
એભલબાપુએ વિચાર્યુ કે, શ્રીજીની તિથિ ઊજવવી. ૨૪ અવતારનાં દર્શન બધા અવતાર કૃષ્ણમાં લીન. કૃષ્ણ શ્રીજીમાં લીન.
વાર્તા ૧૨૭
વ્યાસજીએ ભવાટવિની વાત કરી. વાધ મારવા દોડ્યો.
વાર્તા ૧૨૮
શ્રીજી નવા વાસમાં સભા કરીને બેઠા. સમાધિ કરીને જગાડ્યા. પૂછ્યું કે શું દેખ્યું? ગોલોક, વિપ્રો શરણે થયા. હજારો આશ્રિત થયા.
વાર્તા ૧૨૯
ધ્યાન કરનારને મહિમાં સમજવો કે, શ્રીજી અક્ષરધામના નિવાસી છે. ધામની મૂર્તિ, મનુષ્યમૂર્તિ ને પ્રતિમા એક જ છે. પ્ર. વ. ૯ની શાખ.
વાર્તા ૧૩૦
શ્રીજી કપડવંજ થઈ કઠલાલ પધાર્યા. વિપ્રોને મોક્ષમાર્ગ બતાવ્યો. તોરણામાં ગાદીપર બેઠા. ૨૦૦ પોલીસ પકડવા આવી. જમ્યા નહિ. ઊટડિયાના પૂજારાની વાત.
વાર્તા ૧૩૧
અક્ષરધામની પ્રાપ્તિનો વખત. અવતાર તથા તેના ભકતનો મોક્ષ. અવતાર કાર્યકારણ. શ્રીજી મોક્ષ માટે પધાર્યા. બાપા કહેતા કે વરા પ્રમાણે દાણા પકવવા.
વાર્તા ૧૩૨
બ્રહ્માનંદ ધોડાપર હાથ મૂકે ને નિષ્કામી થાય. પૂર્વે આપણે શ્રીજી ભેળા હોઈશું. શ્રીજી વિના વહાલું ન રહે. તે માયા તર્યો. શ્રીજી તથા મુકતને કોઈ સ્વાર્થ નથી.
વાર્તા ૧૩૩
ઝાઝી બુદ્ધિવાળાને પોતાના દોષ ન સૂઝે; થોડી બુદ્ધિવાળાને સૂઝે. શ્રીજીની કૃપાયુકત બુદ્ધિ હોય તેને બીજાના દોષ ન સૂઝે. દુર્યોધન ને યુધિષ્ઠિરના દૃષ્ટાંત.
વાર્તા ૧૩૪
શુભ વાસનાવાળાને પોતાના દોષ સૂઝે. અશુભવાળાને ન સૂઝે. જીવ નિરાકાર છે.. ધામમાં ચેતન્યપ્રકૃતિનો સાકાર દેહ બંધાય.
વાર્તા ૧૩૫
દેહમાં આત્માને લઈને સુખ છે. મૂઢ વા બુદ્ધિના પારને પામ્યો તે સુખી. જીવમાં ભગવાન બેસે તો માયા ટળે. સાધુને જડ - ચૈતન્યનો ત્યાગ.
વાર્તા ૧૩૬
તૂંબડી પર કાગડો બેસવાની ચિંતા. મૂર્તિમાં સુખ છે. બાપા કહે અંતસમયે સો સદ્ગુગુરુનું જ્ઞાન આપે છે. વેંધનાર હીરો મહારાજ. હીરો વેંધાણો તે મુક્ત.
વાર્તા ૧૩૭
ઈંદ્રિયો-અંત:કરણ તે પુરૂષોતમરૂપ થાય. આત્મા દિવ્ય થાય તે ભેળે ઈંદ્રિયો-અંત :કરણ દિવ્ય થાય. શ્રીજી મૂર્તિમાં રાખે તો જ રહેવાય.
વાર્તા ૧૩૮
સં. ૨૦૨૨માં છત્રીએ બીજો પાટોત્સવ. દેવુબાને વરદાન. છત્રી બાપાનું જન્મસ્થાન. બન્ને છત્રીની વીગત. વ. મ. ૩૦,૫૦,ને પ્ર. પ્ર. ૫૧ ની સાખ.
વાર્તા ૧૩૯
ભૂલ થાય તો સુધારવા માટે બે વચન કહેવાં. મન નોખું ન કરવું. સાધન મૂર્તિથી છેટે રાખે. હું પણું મેલવું. વૃદાવનસ્વામી એ જ સમજાવતા.
વાર્તા ૧૪૦
સરસપુરમાં બંને સદ્ગુરૂએ બે આંગળીની સમસ્યા કરી. પત્ર લખતા ઈ. સ્વામીને બાપા કહે અમે તે તમે.
વાર્તા ૧૪૧
સં. ૧૯૭૧ માં બાપા તથા સંતો છત્રીએ નાહ્યા. ભૂતનો મોક્ષ, છત્રી કરી, નાના સંતોએ વર માંગ્યો. સદ્ગુરૂને વરદાન. અમારી જેમ તમારા સંકલ્પથી મોક્ષ.
વાર્તા ૧૪૨
મુનિને બાપાએ કહ્યું: ગુરૂ કરે તેટલું ચેલા. પીપળપાન સોનાના થાય એવું ટાણું. બાપા ઈશ્વરસ્વામીને કહેતા,જ્યાં અમે ત્યાં તમે. ભૂંડા ભૂંડાઈ ન મેલે, બ્રહ્મમુનિની વાત.
વાર્તા ૧૪૩
શ્રીજીએ માનકૂવામાં રુમાલને તલવાર કહી. તેમ જીવ મુક્ત થાય છે. ભુદર ભક્તની, આચાર્યશ્રી વાસુદેવપ્રસાદની ને બંને સદ્ગુરુની વાત. બાલકૃષ્ણદાસને પરચો.
વાર્તા ૧૪૪
ટાઢાનાં ચિહ્ન ૪૦ જોયાં. બાપાદ્રારે સુખ આપે છે તે શું? નારાયણપુરમાં ઈ. સ્વામીને બાપાની વાત લખતાં લટકું. રામજી વાલાણીની વાત. શિક્ષાપત્રીની વાત.
વાર્તા ૧૪૫
ભર્યા શું ને ખાલી શું? ઈ. સ્વામી કહે, બાપા! પુરુષપ્રયત્ન આપ કરાવો. પર્વતભાઈની, લાંધણજની, ખારાધોડાની ને માણસાના જદુરામની વાત.
વાર્તા ૧૪૬
ખોખરામાં લોલંગરની વાત, વજીબાની વાત, ધર્મદેવ નરનારાયણની કથા કહી. મૂળપુરુષથી શ્રીજીના મુક્ત મોટા, વલ્લભાચાર્ય મૂળપુરૂષને ભજે છે. બાપાએ શ્રીજીની વાત પૂરી સમજાવી.
વાર્તા ૧૪૭
બાપાએ સ્વમિષે અનાદિમુકતની સ્થિતિ સમજાવી. અનાદિ ને પરમએકાંતિકમાં ભેદ. પરમએકાંતિકને પણ અનાદિ કહેવાય. અનાદિમાં ભળવા પરમએકાંતિકને શ્રીજી અહીં લાવે.
વાર્તા ૧૪૮
ધર્મ, આત્મનિષ્ઠા શ્રીજી વિના બીજી અરુચિ ને નિષ્કામ ભક્તિ એ ચાર સાધન તે એકાંતિકધર્મ. પ્રગટવાળાને બળ બહુ આવે છે. વ. પ્ર. ના બીજાની વાત. શ્રીજીની દયા થાય તો બધેથી લૂખો કરે.
વાર્તા ૧૪૯
નળકાંઠામાં સત્સંગ અમુક જ. કણબીમાં સારો. ઠાકોરમાં ન રહ્યો. ચરોતર, મૂળી ને અમદાવાદ દેશ ત્યાં સારો, સાધુ બહુધા પટેલોમાંથી થાય. ઋષભદેવ તથા દત્તાત્રેય શિક્ષા.
વાર્તા ૧૫૦
શ્રીજી સુરતમાં ઉપદેશ કરે છે. ચોરાસી લાખ દેહમાં ભમતા મનુષ્યદેહ મળ્યો. તેને પામી બુદ્ધિનું ફળ શું? વૈરાગ્ય પામવું.
વાર્તા ૧૫૧ થી ૧૭૫
વાર્તા ૧૫૧
આધારાદિ છ ચક્ર. ભક્ત તેને ભેદી ગોલોકમાં જાય તે બહારવૃતિ. સન્મુખ શ્રીજીની મૂર્તિ ધારે કે અંતરમાં ધારે તે અંર્તદૃષ્ટિ.
વાર્તા ૧૫૨
સં. ૧૮૮૨માં શ્રીજી શ્રી પુરમાં રંગે રમ્યા. દરિયાવખાનનો મોક્ષ, સાબરમતી સ્નાન, ગંગાજી આવ્યાં, છલાભાઈ ની વાત, ભક્તને આંગણે ૬૮ તીર્થ.
વાર્તા ૧૫૩
ધામનું સગુણ - નિર્ગુણપણું. ધામમાં જવું - આવવું રહે ત્યાં સુધી મહિમા નથી. ધામમાં બાગબગીચા તે અહીંની ને ત્યાંની એકતા છે. અંર્તદૃષ્ટિની વાત.
વાર્તા ૧૫૪
ગોપાળાનંદ, ગુણાતીતાનંદ, નિષ્કુળાનંદ, બાપાશ્રી ને મુનિસ્વામીની વાત.
વાર્તા ૧૫૫
મ. વ. ૯ની વાત. શ્રીજી ૨૪ અવતારના અવતારી.
વાર્તા ૧૫૬
સા. ૫, લો. ૧૨, પં. ૭, પં. ૬ માં - કૃષ્ણવતાર વાસુદેવે ધયોં હતો. કૃષ્ણ જેવા જાણીને શ્રીજીને ભજે તે કનિષ્ઠ, વાસુદેવ જાણીને ભજે તે મધ્યમ ને પુરૂષોતમ જાણે તે ઉત્તમ.
વાર્તા ૧૫૭
બ્રહ્મચર્ય ને અહિંસા બે ધર્મ મોટા. વનમાં યક્ષે ચાર પાંડવને બાંધ્યા. એકાંતિક નો ધર્મ એકાંતિકથી પમાય. મ.૧૩માં કહ્યું કે ધામમાંથી આવેલા તે મોટા.
વાર્તા ૧૫૮
માયાના કાર્યક્રમમાં બ્રહ્માદિક મોટા. શ્રીજી નું સુખ લેવામાં ગોપાળાનં, બ્રહ્માનંદ મોટા. જીવાખાચર, અલૈયાખાચર ને ધક્કા લાગ્યા.
વાર્તા ૧૫૯
પોતાને જે મૂર્તિ મળી હોય તેનું ધ્યાન કરવું. બધાય કૃષ્ણ ના કૃષ્ણ મહારાજ.
વાર્તા ૧૬૦
વડતાલના ૧૮મા ની વાત. હું કૃષ્ણ કારણનો કારણ છું. પરોક્ષરૂપ-પ્રત્યક્ષરૂપ, ઉપાસનાના ભેદ કરવા ન કરવા વિષે.
વાર્તા ૧૬૧
શ્રીજીએ ધામમાં નેત્રનું મટકું માર્યું. શ્રીજી ને ૧૨૫ વર્ષ રહેવાનો સંકલ્પ. અનાદિ મુક્ત મોકલ્યા. બાપા જેતલપુરમાં. ગોપાળાનંદ, ગુણાતીતાનંદે ઉપાસના પ્રવર્તાવી. ભાયાત્માનંદનની વાત.
વાર્તા ૧૬૨
બાપા ૬૦૦ મનુષ્યનો સંઘ લઈ કાજરડાની સીમમાં. ત્યાંથી હળવદ, મૂળી, ગઢડા,ધોળકા ગયા. જેતલપુરમાં ચંદનવૃષ્ટિ. ધૃવાનંદની કથા, અમદાવાદ સમૈયો.
વાર્તા ૧૬૩
સં. ૧૯૭૧માં મૂળીના બ્ર. કરૂણાનંદને બળદિયામાં ચમત્કાર, પરોક્ષ-પ્રત્યક્ષનો મહિમા. જગન્નાથની મૂર્તિની વાત.
વાર્તા ૧૬૪
શ્રીજી કહે, પૃથ્વી રહેશે ત્યાં સુધી મોક્ષ કરશું. ભક્તને કાળ, કર્મ, માયા નથી. ગૃહસ્થને ૧૧ નિયમ, બે પ્રકારનું શૌચ, વહેલા જાગવું.
વાર્તા ૧૬૫
દેશકાળે સમજણ કળાય. વૈરાગ્ય રાખવો. અરદેશરની વાત. ભાલચંદ્રના ભકિત વિષે ચાર પ્રશ્ન નવ પ્રકારની ભક્તિ. દાદાની આત્મનિવેદન ભકિત.
વાર્તા ૧૬૬
શ્રીજી નાજા જોગિયા સારુ વિસનગરથી જસદણ-ભોયરા આવ્યા.
વાર્તા ૧૬૭
બુરાનપુરમાં સત્સંગીને જેલમાં પૂર્યા. ગોવિંદરામને બુરાનપુર મોકલ્યા. શ્રીજીનો પત્ર આપી વારાફરતી એકજ હાર બધાયને આપ્યો. વરસાદ થવાથી સંન્યાસી તણાઈ ગયા.
વાર્તા ૧૬૮
મોટા કહે તમારું પૂરૂં તો શંકા ન કરવી. સં. ૧૯૮૨માં બાપાને લઘુનો મંદવાડ. ખજૂર, મોતૈયો ને કાળિગડું જમ્યા. મંદવાડ ગ્રહણનું કારણ.
વાર્તા ૧૬૯
લઘુના મંદવાડમાંથી બાપા સાજા થયા, તે નિમિત્તે પારાયણ. સંતોને ૧૫ દિવસ રોક્યા. લાખો - કરોડો જન્મ ધરો ને સત્સંગ કરો. પણ બાપાનો એક મિનિટનો જોગ વધારે. મંદવાડમાં લીલા.
વાર્તા ૧૭૦
મુનિને ચાંદલો કરી બોલ્યા, જાઓ મૂર્તિ આપી, ભેળા રાખશું. પોતાને મળી એ મૂર્તિનું ધ્યાન કરવું. માયામાં વાસના હોય ત્યાંસુધી મૂર્તિમાં વૃત્તિ ન રહે.
વાર્તા ૧૭૧
વડ. 3માં એકાંતિકનું લક્ષણ. અસાધારણ ભક્તિમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આવી જાય. એવી ભકિત વીજળી ને વડવાનળ જેવા મોટા પુરૂષથી આવે. ધર્મકુળની બે ગાદી.
વાર્તા ૧૭૨
સંત આવે તો રાજી થવું. ન આવે તો મૂંઝાવું નહિ. મુક્તાનંદ, સ્વરૂપાનંદ ને આનંદસ્વામીની વાત. સ્વરૂપાનંદનો સમાગમ કરવો. મૂર્તિમાં શાંતિ.
વાર્તા ૧૭૩
અચ્યુતદાસનું આખ્યાન, આઘોપાછો પથ્થર, અવળા વાઘા, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી.
વાર્તા ૧૭૪
એક દેહાત્મબુદ્ધિ સોતો ને એક દેહથી પૃથક થઈ ભજન કરે છે. અમદાવાદના બીજા માં એકને પ્રેમ દેખાતો નથી. બીજો પ્રેમી છે. બેમાં શ્રેષ્ઠ કોણ? જનકની વાત.
વાર્તા ૧૭૫
અક્ષરલગી ખોટું. હોલા-હોલીનું દ્રષ્ટાંત. સચ્ચિદાનંદને ગઢાળી ન લઈ ગયા. ભગવાનને વિષે પ્રેમ હોય તેનું લક્ષણ શું?
વાર્તા ૧૭૬ થી ૨૦૦
વાર્તા ૧૭૬
સચ્ચિદાનંદને શ્રીજી કહે, અમે તમારા ભેળા જ છીએ. આત્મદૃષ્ટિવાળાને છેટું નથી. આત્માને સજાતિપ્રીતિ નાશ ન પામે. સત્સંગ અધિકનું લક્ષણ. ૭૦ વર્ષના રાજાનું દ્રષ્ટાંત.
વાર્તા ૧૭૭
શ્રીજીને સાકાર જાણી સૌથી વધારે હેત કરવું. મહારાજ ને મોટાની વાંસે ચાલવું. યુધિષ્ઠિરને ચાર પ્રશ્ર, સુખી કોણ?
વાર્તા ૧૭૮
જળ, તેજ, વાયુ પ્રભુ પાસે અસમર્થ. અહંતા અને મમતારુપી માયા. નિર્ગુણદાસસ્વામી ને બાપાની પ્રશ્નોતરી. નૃસિંહાનંદની વાત.
વાર્તા ૧૭૯
આ લોકથી બ્રહ્માપર્યંત સુખ નથી. બ્રહ્માથી વૈકુંઠલોકનું, તેથી ગોલોકનું, તેથી અક્ષરધામનું સુખ અતિ અધિક છે.
વાર્તા ૧૮૦
અક્ષરજીવનસ્વામી પૂર્વે સુરાખાચર હતા. તે ભુજમાં સાધુ થયા.
વાર્તા ૧૮૧
ગો. સ્વામીએ નિર્ગુણદાસને ઊપાસના પ્રવર્તાવવા અમદાવાદ મોકલ્યા. બાપા ૨૭ દિવસ સમાધિમાં રહ્યા. શ્રીજીએ દર્શન દઈ બાપાને રાખ્યા. નિર્ગુણદાસસ્વામી મૂર્તિ નિવાસી થયા.
વાર્તા ૧૮૨
આ બ્રહ્માંડે શ્રીજી એકવાર આવે. ફરીથી આવવાની ઈચ્છા. રાજપાટ મળે પણ શ્રીજી ન મળે. શ્રીજી મળ્યા તે કરોડ વડોદરા મળ્યા.
વાર્તા ૧૮૩
દીવાનને કરોડ રૂપિયા આપી દંડમાંથી મુક્ત કર્યો. શ્રીજીનો આશ્રય હોય તેને આવરણ નહિ. ખધોતમાંથી મહાતેજ જેવો થાય. બ્રહ્મા કમળમાં ઉત્પન્ન થયા.
વાર્તા ૧૮૪
વ્યવહાર કરવો પણ રાગ મેલવો. ઉપરથી રાગ જાય પણ આત્માને વિષે પરમાત્મા દેખાય તો જીવમાંથી રાગ જાય.
વાર્તા ૧૮૫
બે ભકતમાં એક દેહરુપે ભજે. બીજો આત્મારુપે. બીજાની સ્થિતિ ઊંચી, શુકજી જેવા થવું. ખેતરવાડી સાચવવું પણ જનકની પેઠે.
વાર્તા ૧૮૬
વ. મધ્ય ૩૦- પ્રકૃતિપુરૂષથકી પર શુદ્ધ ચૈતન્યબ્રહ્મની વાત. સામ્યાવસ્થારૂપ માયા ઉલંઘવાની વાત. પુરૂષોતમરૂપ વર્તવું. માંચાખાચર ને ભોજા ચારણની વાત.
વાર્તા ૧૮૭
જગદવાર્તારુપ કાંપ. સમજીને સ્વભાવ ટાળવા. કામ, ક્રોધ, બ્રહ્મરાક્ષસના જેવા છે. અલૈયાખાચરની વાત. ભગવાનની વાસના વધારવી.
વાર્તા ૧૮૮
શુકમુનિ ને મુક્તમુનિની વાત. ભગવાનના માર્ગમાં વધવું. માનસી પૂજા એટલે શું? સત્સંગિભૂષણ તથા શિક્ષાપત્રીમાં માનસીપૂજાનું વિધાન.
વાર્તા ૧૮૯
શ્રીજીમાં પ્રીતિ થવાનો ઉપાય. લાંઘણજના ચાર પટેલની વાત.
વાર્તા ૧૯૦
ગોવિંદભાઈએ શ્રીજીને કરજીસણ ને જતનબાએ ડાંગરવે રોકાવાનો આગ્રહ કર્યો. ડાંગરવે બશેર બશેર ઘી જમાડયું. અગણોતેરના કાળમાં ત્રણ માસ રહ્યા. અમે રહીએ ત્યાં અન્નધન ન ખૂટે એ વર દીધો.
વાર્તા ૧૯૧
શ્રીજી ભાટના ખેતરમાં જમ્યા તેથી ૭ મણ બદલે ૭૦૦ મણ જાર થઈ. મોક્ષ થાય તે શ્રેષ્ઠ, ભરતજીનું દ્રષ્ટાંત.
વાર્તા ૧૯૨
બ્રહ્મા-શિવ કોડી જેવા, ઈશ્વર પૈસા જેટલા, બ્રહ્મકોટી રુપિયા જેટલા, અક્ષરકોટિ સોનામહોર ને શ્રીજી ચિંતામણિ જેવા છે. ખધોતથી મહાતેજ સુધી ૧૦ ભેદ.
વાર્તા ૧૯૩
સર્વથી પર તેજનો સમૂહ ત્યાં શ્રીજી છે. પણ તેજે કરી સુખ ન માનવું. ઉપાસના સમજવી તે ભક્તિમાર્ગ. નવ પ્રકારે ભજવા તે ભક્તિ.
વાર્તા ૧૯૪
ભગવાન અગોચર છે. શ્રીજી બધાયથી વિલક્ષણ છે. મુક્તમાં પણ દિવ્ય દિવ્યમાં ભેદ છે. પ્રેમીને મનુષ્યભાવ ને દિવ્યભાવ બેય દેખાય. શ્રીજીમાં મનુષ્યભાવ ને દિવ્યભાવ બંને છે.
વાર્તા ૧૯૫
અક્ષરધામથી લાખ મણ લોઢાનો ગોળો મેલીએ, ને વાયુથી ઘસાઈ જાય એટલું અક્ષરધામ છેટું છે. શ્રીજી સર્વોપરી છે. કંઠીનું વિધાન.
વાર્તા ૧૯૬
શિ. શ્લો. ૧૯૪, ૧૦૫, ૧૦૭, ૧૦૮નો ભાવાર્થ. સ્વામિનારાયણ નામનું મુખ્યપણું.
વાર્તા ૧૯૭
અન્નકૂટનો સમૈયો, ભકતિમાતાનાં દર્શન. ધર્મ હોય તો ભક્તિ રહે. બંને હોય ત્યાં શ્રીજી રહે.
વાર્તા ૧૯૮
શ્રીજી નો મહિમા લખાય તેમ નથી. લખ્યું છે તે વગોવ્યા જેવું છે. મળી મૂર્તિનું ધ્યાન કરવું. સમુદ્ર તરવો હોય તો મૂર્તિરુપી વહાણનું કામ પડે.
વાર્તા ૧૯૯
શ્રીજી ને મુક્ત સરખા પણ એકદેશી, શ્રીજી એક, મુક્ત અનેક, શ્રીજી વિના બીજું વહાલું ન રાખવું. હરિ મેરે હાલરકી લકરી.
વાર્તા ૨૦૦
ધ્યાનના અંગની વાત. કામકાજ કરતાં ય મૂર્તિ ભૂલવી નહિ. મૂળીમાં એક સંત એવા ધ્યાની હતા. બોટાદના શિવલાલ પણ મુક્ત હતા. ૫૦ની રસોઈ શ્રીજી એકલા જમ્યા.
વાર્તા ૨૦૧ થી ૨૨૫
વાર્તા ૨૦૧
શ્રીજીએ ચીભડીના વેલા ઊખેડયા, ભૂતિયા કૂવે ભૂતનો ને ગૌધાટે ગાયોનો મોક્ષ. રામપ્રતાપ સાથે લઢયા. પુલહાશ્રમમાં નરનારાયણે સ્તુતિ કરી. જેતલપુરમાં ત્રણ ગોળા.
વાર્તા ૨૦૨
હળવદના અમરસીની વાત. ભજનમાં લોકલાજ મેલવી. દેહમાં અનાસકિત. કાગડાને શઢ તેમ મૂર્તિનો જ આધાર.
વાર્તા ૨૦૩
શ્રીજીએ લોહીમાંસ સૂકવી નાખ્યું. નિષ્કામવ્રતમાં નિષ્કામશુદ્ધિ, અષ્ટાંગયોગ, ધ્યાન ને ધર્મામૃત. બુટોલપુરની વાત, બાવાને ત્યાં શ્રીજી ન જમ્યા. લોઢવાની વાત, ડોશીએ ચાર નાકાનું છાણ માગ્યું.
વાર્તા ૨૦૪
માનકૂવામાં શ્રીજીએ રૂમાલને તલવાર કહી. ઢેઢને આત્મા છું એમ ૧૦૦ વાર શીખવ્યું. ઇન્દ્રિયો જીતે તો કથામાં બેસાય.
વાર્તા ૨૦૫
મધ્ય . વ. ૫૯-સાધુ ભવબ્રહ્માદિકથી અધિક છે તેનો અર્થ. મુંદ્રામાં ડોશી કહે, શ્રીજી તેડવા આવે તો જ આવું. ઈટોલાના જીજીભાઈના બળદનો મોક્ષ.
વાર્તા ૨૦૬
પશુને પણ તેડી જાય. શ્રીજી તેડવા આવે. કચાશ હોય તો જન્મ ધરાવે. મુનિબાવાનો પ્રશ્ર કે ઈર્ષા કેમ મેલતા નથી?
વાર્તા ૨૦૭
અલૈયાની વાત, રોઝો ધોડો આપ્યો, તોય ઈર્ષા કરતા. કોઈ ગામે બાવો તલવાર લઈ શ્રીજીને મારવા આવ્યો. અલૈયો ઘોડી ભટકાડી. બાવો ગબડી પડયો
વાર્તા ૨૦૮
બાપા જેતલપુર જતાં અસલાલી રોકાયા. જેતલપુરના ભક્ત દર્શને આવ્યા. અનાદિમુકતને મોકલ્યા તે વાત. જેતલપુરમાં ચરણ પધરાવ્યાં.
વાર્તા ૨૦૯
સં. ૧૯૫૬માં બાપા ઉપરદળ, અમદાવાદ, જયપુર થઈ છપૈયા પધાર્યા. ત્યાં તેજના ગોળારુપે દેવ દર્શને આવ્યા. મુનિએ તે વાત છપૈયે સાંભળી.
વાર્તા ૨૧૦
સં. ૧૯૭૨માં બાપા છપૈયે પધાર્યા, ત્યાં મૂર્તિ પધરાવી. અનંત બ્રહ્માંડમાં સત્સંગ છે. સહુ ચાકરને ભજે.
વાર્તા ૨૧૧
વડોદરાના શાસ્ત્રી આદિને વડતાલમાં પરચો. શાસ્ત્રીએ કહ્યું : મોટા માણસને ચમત્કાર બતાવો તો બહુ સમાસ થાય.
વાર્તા ૨૧૨
બાપા અનુવૃતિમાં રહે તેને વાત કરતા. મંદવાડ નિમિત્તે વિધિ બતાવ્યો. પારાયણ, રસોઈ, મંડળ ભરવું, વસ્ત્ર ઓઢાડવાં. શ્રીજી અક્ષરબ્રહ્મના આધાર છે.
વાર્તા ૨૧૩
પુરૂષોતમરૂપ થઈ શ્રીજીનું ધ્યાન. બાપાએ ધ્રુવાનંદને બે દી રખાવ્યા. જસા ભક્તની વાત. માણસાના નરસિંહભાઇનો પ્રશ્ર. ગો. સ્વામીના નરસિંહભાઈને આશીર્વાદ. ચાર મુક્ત હાલ છે.
વાર્તા ૨૧૪
ઈદ્રિયો, અંતઃકરણ, જીવ શ્રીજીભજનમાં એકાગ્ર થાય તો પાપ બળે. જીવનો મોક્ષ ધન, ધાન્ય, કુટુંબ પરિવાર શ્રીજીસેવામાં જોડી દે તો થાય.
વાર્તા ૨૧૫
રઘુવીરજી મહારાજે સાધુ માટે રાત્રે ઢેબરાં બનાવ્યાં. ત્રણ અંગ મોક્ષમાં સુખદાઈ. (૧) શ્રીજી ને કર્તા-હર્તા જાણવા. (૨) શ્રીજીની મરજી પ્રમાણે રહેવું. (૩) દેહના જેવી શ્રીજીમાં નિષ્ઠા.
વાર્તા ૨૧૬
ગો. સ્વામીને મંડળધારી કર્યા. સ્વરૂપાનંદ, વ્યાપકાનંદને સાથે મોકલ્યા. મૂર્તિમાં રહેતા હોય તે મોટા.
વાર્તા ૨૧૭
ભગવાન ભજતાં ભૂંડામાં ભૂંડો દેહ આવે તો બ્રહ્માદિકનો. નિયમમાં રહી વિષય ભોગવવા. ત્યાગી એટલે શું? સાધુતા અને સાધુતાના ગુણ એટલે શું?
વાર્તા ૨૧૮
બ્રહ્મરૂપ થઈને શ્રીજીને ભજે તે ખોટું. સેવા ઈચ્છે તો જ્ઞાન વધે. મૂર્તિનો મહિમા બ્રહ્મરૂપ કરતાં વધારે છે. મુકતાનંદ સ્વામીનો પ્રશ્ર.
વાર્તા ૨૧૯
ધામે રહ્યા થકા મોક્ષ કરો; બ્રહ્માંડ શા માટે રચો છો? ૧૦૦ વર્ષે પ્રાકૃત પ્રલયમાં એક બ્રહ્માંડનો નાશ. આત્યંતિક પ્રલયમાં અનંત બ્રહ્માંડનો નાશ.
વાર્તા ૨૨૦
અક્ષરધામ પાસે બ્રહ્માનો લોક નરક જેવો. મોટા જેવું કામ કરે તેવું સાધનેથી ન થાય. શંકરાચાર્યને સમર્થી હતી પણ શ્રીજીનું સુખ જુદું.
વાર્તા ૨૨૧
દીલ્લી દરવાજે હેમાભાઈ જૈનના દેરાં છે તે જગ્યા શ્રીજીએ ન લીધી. તેની પ્રતિષ્ઠામાં કોલેરાથી કેટલાય મરી ગયા. ગોપાળાનંદસ્વામીએ તે કોગળ્યું રાખ્યું.
વાર્તા ૨૨૨
ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ તે કઠણ. એકાંતિકની વૃત્તિ શ્રીજીમાં રહે. વાસના ટાળે તે મોટું સાધન તેની વૃત્તિ મૂર્તિમાં રહે.
વાર્તા ૨૨૩
મ.વ. ૩૦ તથા ૫૦ પ્રમાણે સમજે, ત્યારે મન-વૃત્તિ ન રહે. શુદ્ધ ચૈતન્યબ્રહ્મ તેને પોતાનું સ્વરુપ માને. આ પરમએકાંતિકની સ્થિતિ. પ્રથમનું ૫૧ તથા સા. વ. ૧૧ માં મૂર્તિમાં રહેવાની વાત
વાર્તા ૨૨૪
શૂરવીર ને કાયર બે પ્રકારના ભક્ત. કાયર ને શૂરવીરનાં લક્ષણ.
વાર્તા ૨૨૫
શ્રીજીનો આશ્રય ત્રણ પ્રકારે ; મહિમાએ કરી, પ્રેમે કરી ને મૂઢપણે. 'सर्वधर्मन', એ સ્મૃતિ કામ બહુ કરે.
વાર્તા ૨૨૬ થી વાર્તા ૨૪૫
વાર્તા ૨૨૬
આ જીવનો મોક્ષ ક્યારે થાય? શ્રીજી આ બ્રહ્માંડમાં આવે ને જે જીવ ઓળખે તેનો મોક્ષ થાય. શરણું ન લે તો ન થાય. મોક્ષના માર્ગે ચાલે તો શ્રીજી મળ્યા કહેવાય.
વાર્તા ૨૨૭
લક્ષ્મીવાડીમાં ચીખલીના ના ભક્તોએ કયારા બાંધ્યા. શ્રીજીએ એકાદશીના દી રોટલા, શાક, લાડુ જમાંડ્યા ને મોક્ષનું વરદાન.
વાર્તા ૨૨૮
ભુજમાં બાપા, નિર્ગુણદાસસ્વામી, લક્ષ્મીરામભાઈ આદિ બેઠા હતા. તે સમે લક્ષ્મીરામે પૂછેલા પ્રશ્રો સ્વામીએ બાપા ને પૂછયા તેના જવાબો.
વાર્તા ૨૨૯
ધાંગધ્રા નરેશે મેથાણના પટેલને પૂછયું, તમે શ્રીજીમાં શું જોયું? અમરસી ખત્રીની વાત. બ્રહ્મમુનિએ ધોડો નિષ્કામી કર્યો. હનુમાનજી તથા ગો. સ્વામીના ચમત્કાર.
વાર્તા ૨૩૦
કોઈ કહે તપ, કે પૂજાપાઠથી મોક્ષ થાય.શ્રીજીનો આશ્રય અંધારે વસ્તુ જડે એવો છે. તેરામાં પ્રસાદી ભેંસે ખાધી ને મંદિરમાં જતી રહી. કોઈકે કંઠી બાંધી તે ભેંસ મરી ગઈ.
વાર્તા ૨૩૧
આ મૂર્તિનાં દર્શન અહીં, કે અક્ષરધામમાં છે, આજ્ઞા પાળે તે ઈન્દ્રિયોમાં નિશ્ચય. ગોલોક અનંત છે. શ્રીજીના મુક્તનાં દર્શન અક્ષરને નથી. બ્રહ્માના એક દીમાં ૪૦૦૦ અવતાર થાય છે.
વાર્તા ૨૩૨
નિર્ગુણદાસજીએ સ્થિતિવાળા ભકતનાં નામ લખ્યાં. મૂર્તિમાં રહે તેને દેહ નથી. ભક્તને દેહછતાં શી પ્રાપ્તિ ને માર્યા પછી શું પ્રાપ્તિ?
વાર્તા ૨૩૩
કોઈનું બૂરું ન બોલવું. આપણા સાધુને વૈરાગીઓએ માર્યા, તોય જેલમાંથી છોડાવ્યા. ગુણાતીતાનંદસ્વામીને માર્યા, છતાં પુત્રનો આશીર્વાદ.
વાર્તા ૨૩૪
મૂર્તિના ધ્યાને આત્મા દેખાય. આત્માના વિચારે કલ્યાણ કઠણ. સ્વરૂપાનંદસ્વામીની વાત. રાવણનો વિધ્વંસ. રામ, કૃષ્ણ અને શ્રીજીને પ્રગટ થવાનો હેતુ.
વાર્તા ૨૩૫
બાપાનું ભૂજમાં પારાયણ. કેટલાક સંત બાપાનો જોગ કરવા નારાયણપુર ગયા. બ્ર. મૂળજી ધામમાં ગયા, તેમની શોકસભા.
વાર્તા ૨૩૬
છે. પ્ર. ના ૭માં વચનામૃતની વાત. ભક્તનો પક્ષ રાખવો. આજ્ઞા - ઊપાસના રાખવી. ચૈતન્ય તેજનો રાશી છે, તેમાં અમે રહ્યા છીએ.
વાર્તા ૨૩૭
ગઢપુરમાં અન્નકૂટપર ભકતિમાતાએ દર્શન દીધાં. ધર્મ હોય ત્યાં તે રહે. શ્રીજીએ કોટી વીંછીની વેદના માંગી. દેવને હાથ જોડવા પણ કાંઈ માગવું નહિ.
વાર્તા ૨૩૮
ભગવાન મળ્યા ન હોય તે બીજાને પૂજે છે, તેમ શિવજીને પૂજે. કારિયાણીમાં જીવુબાનો પ્રશ્ર. મૂળજીનો પ્રશ્ર. બ્રહ્મમુનિ આદિ કવિની કડીઓ.
વાર્તા ૨૩૯
કોઈ જીવની હિંસા ન કરવી. દારૂ-માંસ વ્યસન મૂકવાં. નૃગરાજા કેટલાય વર્ષ કાચંડો થયા.
વાર્તા ૨૪૦
બ્રહ્મમુનિ સૂતા હતા, મુક્તમુનિ પાસે બેઠા હતા. પછી મુક્તમુનિ શ્રીજી પાસે ગયા, તો બ્રહ્મમુનિને ત્યાં જોયા. મૂળિમાં મૂર્તિપ્રતિષ્ઠા. બાપા અમદાવાદ પધાર્યા.
વાર્તા ૨૪૧ (અન્ય વાતો)
શ્રીજીએ બ્ર.વાસુદેવાનંદને પોતાની ગાદીએ બેસાડ્યા. પછી અયોધ્યાપ્રસાદ ને રઘુવીરને બેસાડ્યા.
વાર્તા ૨૪૨ (અન્ય વાતો)
સ્વજનનું પોષણ કરવું. શ્રીજી કે મોટા મળે તો આ જન્મે મોક્ષ. બુધેજમાં શ્રીજી બે દાણા જમ્યા ને સત્સંગ થયો. કોઈક ગાંધીવાદીને બાપાની મૂર્તિ અલૌકિક લાગી.
વાર્તા ૨૪૩ (અન્ય વાતો)
બાપાએ છત્રી ફરતા સંતભક્તને રાસ રમાડ્યા. પર્વતભાઈના યજ્ઞની ને હનુમાનજીની વાત. આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું ને દાસપણાનું અંગ.
વાર્તા ૨૪૪ (અન્ય વાતો)
વડતાલ વ. ૧૮નો ભાવાર્થ : પૂર્વાર્ધ.
વાર્તા ૨૪૫ (અન્ય વાતો)
વડતાલ વ. ૧૮નો ભાવાર્થ : ઉત્તરાર્ધ.
Search
Search in All Books
Bookmarks
Bookmarks
Note
Note
Notes
Note
chapter Note
Add to list
Create List
Lists
No list available!
Update List
Update List Item
Create List
Lists
No list available!